ડાંગ: આહવા ખાતે આદિજાતિ યુવાઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ યોજાઈ:
યુવા જંક્શન આહવા દ્વારા આયોજિત કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવમા ૬૦ થી વધુ યુવાનોને વિવિધ સંસ્થાઓમાં નોકરીની તક મળી:
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૧૨: આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા સંચાલિત યુવા જંક્શન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર-આહવા ખાતે તારીખ ૧૧ જુલાઈના રોજ આદિજાતિ યુવાનો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટાટા એન્ટરપ્રાઇઝ ઝુડિઓ અને ક્વેસ કોર્પ લિમિટેડ જેવા પ્રખ્યાત નોકરીદાતાઓ, મેન્યુફેક્ચરિંગ, રિટેલ, હૉસ્પિટાલિટી, બેન્કિંગ અને ઑટોમોબાઇલ જેવા વિવિધ ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓ સાથે હાજર રહ્યા હતાં.
કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ૮૮ જેટલાં બેરોજગાર યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ૬૦ થી વધુ યુવાનોને વિવિધ સંસ્થાઓમાં નોકરીની તક મળી હતી.
આ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી યુવાનોને તેમના કૌશલ્ય અને કાબેલિયત અનુસાર યોગ્ય નોકરીઓ મળી રહે તેમજ તેઓની કારકિર્દી શરુ કરવામાં મદદ મળી રહે તે માટેનો હતો.
અહીં ક્લસ્ટર મેનેજર શ્રી કીર્તિભાઈ, પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ (સ્કિલ્સ) શ્રી જગદીશ ગાયકવાડ, પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ (એન્ટરપ્રાઇઝ) શ્રી કમલેશ પટેલ તેમજ યુવા જંક્શનની ટીમ ઉપસ્થિત રહી હતી.
આહવા ખાતે આદિજાતિ યુવાઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ યોજાઈ: - યુવા જંક્શન આહવા દ્વારા આયોજિત કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવમા...
Posted by Info Dang GoG on Friday, July 12, 2024