ડાંગ (આહવા) :બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન' (RSETI) આહવા દ્વારા શિવણ તાલીમ વર્ગનો તાલિમાન્ત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: બેંક ઓફ બરોડા દ્વારા સંચાલિત 'ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન' (RSETI) આહવા દ્વારા આયોજિત ત્રીસ દિવસિય શિવણ તાલીમ વર્ગનો તાલિમાન્ત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. ૧૮ થી ૪૫ વર્ષની વયજુથની બહેનો માટે વિના મુલ્યે રહેવા/જમવાની સુવિધા સાથે યોજાયેલા આ તાલીમ બાદના પુર્ણાહુતી/પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમા, ડાંગ જિલ્લાના અલગ અલગ ગામની ૩૨ જેટલી લાભાર્થી બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ટ્રેનર મનિષાબેન દ્વારા બહેનોને શિવણને અનુરૂપ પેટીકોર્ટ, ફેન્સી બ્લાઉઝ, ફેન્સી ડ્રેસ, બેબી ફ્રોક, શાળા ગણવેશ, કુર્તી, નાઈટ ડ્રેસ, સ્કટ જેવી ચીજવસ્તુઓ, વેસ્ટ મટિરિયલમાંથી બેસ્ટ રીતે તૈયાર કરવાની તકનીક સાથે, તમામ પ્રકારની થિઅરી અને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું હતું. દરમિયાન આરસેટી દ્વારા અલગ-અલગ પ્રકારની આત્મનિર્ભર બનાવતી રમતો, બેન્કિંગ નોલેજ, બીઝનેસ આઈડિયા દ્વારા વિસ્તૃત સમજ પણ આપવામા આવી હતી . આ પૂર્ણાહુતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરીના યંગ પ્રોફેશનલ શ્રી ઝાહિદ રાજ, આરસેટી ડાયરેક્ટર શ્રી રાજેશ પાઠક, FLCC શ્રી રતન પવાર, તેમજ આરસેટી સ્ટાફ વિગેરે હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોને શ્રી રાજ દ્વારા રોજગાર વિષયક માહિતી આપવામાં આવી હતી. જ્યારે શ્રી રાજેશ પાઠક દ્વારા બેંકને લગતી લોન, વીમા, પેન્શન જેવી યોજનાઓ વિશેની જાણકારી પુરી પાડવામાં આવી હતી. તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કર્યા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામા આવ્યા હતા. લાભાર્થીઓને આ તાલીમનો સુયોગ્ય ઉપયોગ કરી, આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાઈ પગભર બનવાની શુભેછાઓ પણ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ૬૦ થી વધુ પ્રકારની વિવિધ તાલીમો, વિના મુલ્યે આપવામાં આવે છે. જેમાં તાલીમ લઈ, ડાંગના ઘણા લાભાર્થી ભાઈ/બહેનોએ, સ્વ રોજગારીની તક ઝડપી, અને પોતાના પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવ્યા છે. આગામી ટુંક સમયમાં બ્યુટી પાર્લર મેનેજમેન્ટ, તેમજ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની તાલીમો પણ શરૂ કરવામાં આવનાર છે, તેમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન' (RSETI) આહવા દ્વારા શિવણ તાલીમ વર્ગનો તાલિમાન્ત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ...
Posted by Info Dang GoG on Friday, July 12, 2024