ડાંગ જિલ્લામાં ૧૬ હજાર થી વધુ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર કરાયા:
- જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૪૨૩ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમો યોજાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧૨: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકાર દ્વારા, તથા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ આ બાબતે ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરેક પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ તાલીમો યોજવામાં આવી રહી છે. જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં તારીખ ૧-૫-૨૦૨૩ પછી કુલ ૪૨૩ તાલીમો યોજીને કુલ ૧૫,૭૭૭ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી છે. તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામ પંચાયતમાં (૨૦ ક્લસ્ટર) તારીખ ૧-૬-૨૦૨૪ પછી પછી કુલ ૬૨ તાલીમોથી કુલ ૧૬૮૪ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત દીઠ યોજાયેલ પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ખેડૂતોને બિજામૃત, જીવામૃત અને ધન જીવામૃત તેમજ પ્રાકૃતિક મોડેલ ફાર્મ વિશેની માહિતી આપવામાં આવે છે.ડાંગ જિલ્લામાં ૧૬ હજાર થી વધુ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર કરાયા: - જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૪૨૩...
Posted by Info Dang GoG on Friday, July 12, 2024