ડાંગ: આહવાની દીપ દર્શન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓમાં અવ્વલ :

  ડાંગ: આહવાની દીપ દર્શન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓમાં અવ્વલ :

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાનસેતુ અને એન.એમ.એમ.એસની પરીક્ષામાં દીપ દર્શન શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રથમ : - (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી દીપ દર્શન પ્રાથમિક શાળાના બાળકો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જ્ઞાનસેતુ અને એન.એમ.એમ.એસ જેવી શૈક્ષણિક પરીક્ષાઓમા સમગ્ર ડાંગ જિલ્લામાં અવ્વલ નંબરે રહ્યા છે. તાજેતરમાં લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ ૨૦૨૩-૨૪માં આહવા સ્થિત દીપ દર્શન પ્રાથમિક શાળાના જયકુમાર કલ્પેશભાઈ ચૌધરીએ ૧૫૦ ગુણમાંથી ૧૩૬ ગુણ મેળવી, સમગ્ર ડાંગ જિલ્લામાં મેરીટમાં પ્રથમ, જ્યારે દીયાબેન મોહનભાઈ ભોયે ૧૩૫ ગુણ મેળવી દ્વિતીય ક્રમ રહેવા પામ્યા છે. આ અગાઉ જ્ઞાનસેતુ પરીક્ષામાં પણ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ, જેમાં પ્રથમ પટેલ મૈત્ર મનોજભાઈ, દ્વિતીય જાદવ દિવ્યેશ રાકેશભાઈ, અને તૃતીય આગેવાન અલિઝા અતિકભાઈએ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રથમ ત્રણ નંબરે રહેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત જ્ઞાનસાધના પરીક્ષામા પણ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી સમગ્ર ડાંગ જિલ્લામાં શાળાનું નામ રોશન કરવા બદલઝ શાળાના આચાર્યાશ્રી તેમજ શિક્ષકોએ સૌનેબઅભિનંદન પાઠવ્યા છે.

આહવાની દીપ દર્શન પ્રાથમિક. શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શૈક્ષણિક પરીક્ષાઓમાં અવ્વલ : - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા,...

Posted by Info Dang GoG on Friday, July 12, 2024

Post a Comment

Previous Post Next Post