શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા(ખેરગામ) ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા(ખેરગામ) ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવાયો.

તારીખ 18-10-2024નાં દિને આ શાળાનો 41મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ શાળાની સ્થાપના તારીખ 18-10-2024નાં દિને સ્વ.રમણભાઈ દેવજીભાઈ પટેલ(પૂર્વ સરપંચ) ના હસ્તે થઈ હતી. આજના દિને તેમને અચૂક યાદ કરવા પડે કારણ કે આ ફળિયાનાં બાળકોને અવાવરું પગદંડી રસ્તે વેણ ફળીયા પ્રાથમિક શાળામાં જવું પડતું હતું.જે તેમના ધ્યાને આવતા તેમણે વેણ ફળિયામાં જ (પહાડ ફળીયા પ્રાથમિક શાળા નામે) બીજી વર્ગ શાળા શરૂ કરાવી હતી. આજે આ શાળામાં 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને ત્રણ શિક્ષકોનું મહેકમ છે.જેમાં મુખ્ય શિક્ષક તરીકે બબીતાબેન પટેલ સહિત ધર્મેશભાઈ પટેલ અને નીલમબેન પટેલ ફરજ બજાવે છે. 


 શાળા સ્થાપના દિવસની ઉજવણીમાં એસએમસી અધ્યક્ષ શ્રીમતી શીતલબેન પટેલના હસ્તે કેક કાપી  કરવામાં આવી હતી. જેમાં વેણ ફળિયાનાં નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી.પટેલ, નિવૃત્ત કેન્દ્ર શિક્ષકશ્રી જેસિંગભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ,વેણ ફળીયા વર્ગ શાળાનાં મુખ્ય શિક્ષક સંગીતભાઇ પટેલ તથા શ્રીમતી ભારતીબેન પટેલ, આંગણવાડીનાં કાર્યકર બહેનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

Previous Post Next Post