દિવ્ય ભાસ્કર ન્યૂઝ
ખેરગામના ભૈરવી શનિદેવ મંદિરે શનિ જયંતી નિમિત્તે ધ્વજારોહણ કરાયું.
ખેરગામ | ખેરગામ ધરમપુર રોડ પર આવેલા પ્રખ્યાત શનિ ધામમા ગુરૂવારે શનિ જયંતીના દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા ધ્વજારોણ કરવામાં આવ્યુહતું. આ સાથે કથાકાર નરેશભાઈ રામાનંદી,બિપીનભાઈ પટેલ ભૈરવી, હર્ષદભાઈ પટેલ કાળીયારી, પ્રતીક પટેલ આછવણી ઉપસ્થિત રહ્યાં હતા.
કથાકાર પ્રફુલભાઈ શુક્લએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે શનિ દેવ ન્યાય ના દેવ છે જેવું કર્મ કરો તેવું ફળ આપે છે. ગ્રહ રાજ શનિ રીઝે તો રાજ આપે અને ખીજે તો રસ્તાનો ભિખારી બનાવી શકે છે.
આજે શનિ જયંતી પ્રસંગે શનિધામ ભૈરવીના પૂર્વેશભાઈ ખાંડાવાલા,વજીરભાઈ, રમણભાઈ, નારણભાઈ અને જશવંતભાઈ પટેલ દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચથી સેલવાસ સુધીના ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. મોડીરાત સુધી ભક્તોની ભીડ ઉમટી હતી.