સુરખાઈ (ચીખલી) : સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ

સુરખાઈ (ચીખલી) :  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ


આપણે સૌ જાણીએ છીએ કે બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના શાણા લોકો, સંગઠનો, રાજકીય નેતાઓ અને સમાજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના મંચ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરી, ત્યારથી સંયુકત રાષ્ટ્ર સંઘ અંતર્ગત અનેક કાર્યક્રમો-અભિયાનો થયા છે. માનવીના ઉત્ક્રાંતિના અલગ અલગ તબકકાઓ કરતા ઔધોગિક ક્રાંતિ પછી આપણે જળ-જંગલ-જમીન અને ખનીજના અમર્યાદિત દહનથી પર્યાવરણનું સંતુલન બગાડયુ, 

જેનાથી સમગ્ર સૃષ્ટિમાં આવનારા સંકટો અંગે વૈશ્વિક જાગૃતિ થાય તે માટે સને ૧૯૭૨માં સંયુકત રાષ્ટ્ર સંઘે ૫ જુને વિશ્વિ પર્યાવરણ દિવસની ઘોષણા કરી અને એની પ્રથમ ઉજવણી ૧૯૭૩ માં ' એકમાત્ર પૃથ્વી ” (ONLY ONE EARTH) ના થીમ (વિષય) પર કરવામાં આવી. 

ત્યાર પછી દર વર્ષે અલગ અલગ વિષયો પર આવી ઉજવણી અનેક સ્તરે થતી રહી છે. આ વર્ષે " સંયુકત રાષ્ટ્ર સંઘ ' આ દિવસની વૈશ્વિક ઉજવણી '' આપણી જમીણ આપણું ભવિષ્ય " (OURLAND OUR FUTURE) વિષય પર સાઉદી અરેબિયા કરી રહેલ છે.

હાલ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના લીધે સમગ્ર જીવસૃષ્ટિ કુદરતી આપત્તિઓથી ઘેરાઈ રહી છે. 

૧. છેલ્લા ૮૦ વર્ષમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વધુમાં વધુ ગરમી પડી છે. 

૨.દુબઈ-અબુધાબીમાં સૌપ્રથમ વાર ભારે વરસાદથી રેલ હોનારત. 

૩. શિયાળામાં નહીંવત ઠંડી 

૪.કોરોના જેવી મહામારી 

૫.રેમલ તેવા અનેક વાવાઝોડાઓનો ખોફ 

૬.ગમે ત્યારે ધરતીકંપ-સુનામી

જેના મુખ્ય કારણો છે ઉધોગીકરણ અને શહેરીકરણથી પ્રદૂષણમાં ધરખમ વધારો, જલ,જંગલ, જમીન કુદરતી સંસાધનોનું ભરપાઈ ન કરી શકાય એવું મોટાપાયે નુકશાન.

ઉપરોકત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંયુકત રાષ્ટ્ર સંઘે સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે મનુષ્ય જાત ઉપરોકત બાબતો પર ગંભીર પગલાઓ નહીં લે તો સમગ્ર પૃથ્વી અતિશય ગરમીના લીધે આગામી ૬૦ વર્ષમાં અગન ગોળો બની જશે અને સમગ્ર જીવ સૃષ્ટિ જોખમમાં મુકાશે. આગામી નવી પેઢી અને જીવ સૃષ્ટિ માટે પૃથ્વીને જીવવા લાયક બનાવી રાખવાની આપણા સૌની જવાબદારી છે.

ગુજરાતમાં આપણી સમસ્યાઓના ઉકેલ માટે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત તાજય ''ની રચના કરેલ છે. આ મારફતે આપણે સંસ્કૃતિ અને પ્રકૃતિના સંવર્ધન, સંરક્ષણ અને પુનઃ નિર્માણના કામો કરતા આવ્યા છીએ. તે નિમિત્તે ૫ જુન વિશ્વિ પર્યાવરણ દિવસના દિને પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પરિસંવાદના મુખ્ય વકતાઓ નીચે પ્રમાણે રહેશે.

(૧) પ્રાધ્યાપક હેમાંશુ ઉપાધ્યાય (અજીમ પ્રેમજી યુનિવર્સીટી) બેંગ્લોર. 

(૨) શ્રી અશોક શ્રીમાળી (સચિવ (માઈન્સ મીનરલ એન્ડ પીપલ)

તારીખ:-૦૫/૦૬/૨૦૨૪ બુધવાર સમય:- સવારે ૧૦ વાગ્યે થી ૦૧ વાગ્યા સુધી.

સ્થળ:-શાંતાબા નારણદાસ સમાજ ભવન શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ તા.ચીખલી, જિ.નવસારી. ગુજરાત

Post a Comment

Previous Post Next Post