માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

                  

માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે  જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

આજરોજ તારીખ : ૦૮-૦૧-૨ ૦૨૪નાં  દિને ચીખલી તાલુકાના સાદડવેલ ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી માધ્યમિક કેળવણી મંડળ, સાદડવેલ સંચાલિત અને જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ, સોનવાડા દ્વારા અનુદાનિત જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલ જેનાથી નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળશે એના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી દાતાશ્રી તથા ઉપસ્થિત સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા. 

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ માન. કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોરજીને સંસ્થા તરફથી વારલી પેઇન્ટિંગ સ્મૃતિભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ ડો. કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ,  ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ગણદેવી વિધાન સભાનાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.









Post a Comment

Previous Post Next Post