તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો.

      

તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો.

પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોનો  રમતોત્સવ તારીખ 8 અને 9 જાન્યુઆરી 2024ના રોજ પારડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. સમારંભના ઉદ્ઘાટક શ્રી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી નવસારી  સાથે   તાલુકા પંચાયત નવસારીના પ્રમુખશ્રી પ્રતિભાબેન આહીર, જિલ્લા પંચાયત નવસારીના સદસ્ય દર્શનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,  મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠોડ, ગામના સરપંચ શ્રી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી, સી.આર.સી. શાળાના મુખ્ય શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. 

            નવસારી મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબે રમતોત્સવને ખુલ્લો મૂક્યો. સાથે દરેક શિક્ષકો અને બાળકોને અભિનંદન પાઠવ્યા કેન્દ્ર કક્ષાએ વિજેતા થઈ વિભાગ કક્ષાએ અને વિભાગ કક્ષાએથી વિજેતા થઈ તાલુકા કક્ષા એ પહોંચતા દરેક બાળકોને ખેલદિલી પૂર્વક રમત રમી ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી. 

        નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના 2872 બાળકોએ કેન્દ્ર કક્ષાએ ભાગ લઈ વિભાગ કક્ષાએ વિજેતા થયેલા 264 બાળકો તાલુકા કક્ષાએ  વિવિધ રમતોમાં સ્પર્ધક બની આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રમત દોડ, દેડકાદોડ, લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબીકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંકે, સાઘિક રમતો ખો-ખો, કબડ્ડી, ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતું. 


     આ રમતોત્સવની ખાસ વાત એ હતી કે દરેક બાળકોની રમત પ્રમાણે ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી હતી. અને રમતોને ફેસબુક  લાઇવ દ્વારા શિક્ષકો પણ નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવેલું હતું.

     બીજા દિવસે ક્રિકેટની રમત રમાડવામાં આવી.  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબે રમતોત્સવની મુલાકાત લઇ સૌને અભિનંદન પાઠવ્યા વર્ગખંડમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરવા માટેની શુભેચ્છા આપવામાં આવી. 

   આમ, કેન્દ્ર કક્ષાએ 2872 બાળકો અને તાલુકા કક્ષાએ 284 બાળકોએ અને 32 શિક્ષક ભાઈ બહેનોએ  ઉત્સાહભેર ભાગ લીધો..

સમગ્ર આયોજનમાં તાલુકાના વિવિધ સમિતિ ના શિક્ષકો,પારડી પ્રા. શાળાના બાળકો શિક્ષકો અને પારડી ક્રિકેટ ગ્રાઉન્ડના હિતેશ ભાઈ નો સારો સહકાર રહ્યો હતો.


Post a Comment

Previous Post Next Post