ખેરગામ કુમારશાળા અને કન્યા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.
ખેરગામ, તા. 24 જૂન 2026: ખેરગામ કુમારશાળા અને કન્યા શાળા દ્વારા સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તેમજ ધોરણ-1 થી 8 સુધીના નવા વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દરેક બાળકને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને પ્રેરણા વધે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શ્રી સમીર ડી. જોશી (DS, Agriculture, Farmer Welfare and Co-operation Department, ગાંધીનગર), શ્રી વિજયભાઈ પટેલ (મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી, વાંસદા), લાયઝન અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (HTAT આચાર્ય, દેશમુખ પ્રાથમિક શાળા), જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિનીબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી જિજ્ઞાબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયત સભ્ય (ખેરગામ-3) શ્રીમતી રશ્મિબેન ટેલર, ખેરગામ તાલુકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન અમદાવાદી, ખેરગામ પ્રજ્ઞા બી.આર.પી. શ્રીમતી નિમિષાબેન આહીર, ગામના અગ્રણી શ્રી ભૈતેશભાઈ કંસારા, પૂર્વ સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, એસએમસીના સભ્યો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, મહાનુભાવો, વાલીઓ અને ગ્રામજનોનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.


