નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

  નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.


માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી. 


 આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રંગુનવાલા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી તમામ બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારીશ્રી-કર્ચચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


*જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.* - માહિતી બ્યુરો, નવસારી તા.૧૧:...

Posted by Info Navsari GoG on Friday, July 12, 2024

Post a Comment

Previous Post Next Post