ખેરગામ તાલુકાના નિવૃત્ત ગ્રંથપાલ કર્મચારીએ તેમનો જન્મ દિવસ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ ઉજવ્યો.

   ખેરગામ તાલુકાના નિવૃત્ત ગ્રંથપાલ કર્મચારીએ તેમનો જન્મ દિવસ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થઈ ઉજવ્યો.

ખેરગામ તાલુકાના નિવૃત્ત લાઇબ્રેરી કર્મચારી અને શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ મંડળ સુરખાઇ ખાતે સેવા આપતા શ્રી દિનેશભાઈ પટેલ મૂળ વતન ખેરગામ બાવળી ફળિયા અને હાલ ખેરગામ નગીનદાસ નગરમાં રહે છે. તેમના પરિવારમાં ત્રણ દીકરીઓ છે. જેમાં એક શિક્ષિકા (જેમના લગ્ન થયેલ છે), ઇજનેર અને એક ડોક્ટર છે. બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવનારી  ત્રણેય દીકરીઓને દિનેશભાઈ પટેલે માતા અને પિતા એમ બંનેનો પ્રેમ આપી દીકરીઓને ભણાવીને પગભર બનાવી છે. તેમને જીવનમાં થયેલ અનુભવના નિષ્કર્ષ રૂપે તેમણે તેમનો જન્મ દિવસ ધરમપુર તાલુકાની કરંજવેરી શાળાનાં દિવ્યાંગ બાળકો જોડે ઉજવ્યો હતો. 


જેમાં તેમણે બાળકોને કપડાં અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આજે જન્મ દિવસની ઉજવણી પાછળ લોકો ખાસ્સો મોટો ખર્ચ કરતા હોય છે. જ્યારે દિનેશભાઈ પટેલ અને તેમની દીકરીઓએ જન્મ દિવસની ઉજવણીની વ્યાખ્યા બદલી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે આદિવાસી સમાજના નબળા બાળકોને શૈક્ષણીક સહાય માટે બનેલ સંક્લ્પ એજયુકેશન ગૃપમાં પણ અવારનવાર મદદરૂપ થતા રહે છે.

તે ઉપરાંત જ્યારે તેમને લાઈબ્રેરીયનમાંથી અઘિકારી કક્ષાનું પ્રમોશન મળ્યું હતું ત્યારે તેમણે દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં લાઇબ્રેરી ઊભી કરવા તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.



Post a Comment

Previous Post Next Post