Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

             

Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધોરણ -૩ ની વિદ્યાર્થિની હીર દ્વારા ભેલ, ધોરણ - ૪ નાં વિદ્યાર્થી ધ્રુવ દ્વારા ચણાચાટ, ધોરણ-૫ નાં વિદ્યાર્થી જયમીન દ્વારા ખમણ, ધોરણ -૪ ની હેલી દ્વારા  પૌંઆ, ધોરણ -૪ દ્વિતિ દ્વારા સેવપુરી, ધોરણ -૪ ની મહેક દ્વારા શરબત, ધોરણ - ૪ ની સિયા દ્વારા ઢોકળાં, ધોરણ -૩ ક્રિશ દ્વારા છાશ, ધોરણ -૭ સુહાની દ્વારા પાણીપુરી, ધોરણ -૬ ધ્વનિલ દ્વારા સમોસા, ધોરણ -૮ નીલ દ્વારા બટાટાભાજી, ધોરણ -૭ અંકેશ દ્વારા કટલેશ અને ધોરણ -૩ નાં રાજ દ્વારા ખીચું અને ભૂંગળા નાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. 

આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓ નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ  પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને  સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને બંધુત્વનાં ગુણો વિકસિત કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ કહી શકાય છે. 

આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી શાળાનાં વિદ્યાર્થીઓ ઉપરાંત ગામના અબાલવૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
    


Post a Comment

Previous Post Next Post