Khergam: ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન કાર્યક્રમ યોજાયો.

                

Khergam: ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન કાર્યક્રમ યોજાયો.

ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, નવસારી જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.જે નવસારી જિલ્લામાં  ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ તા.૨૦/૦૧/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઇવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃતા કરશે .


 જ્યાં આજે તારીખ ૧૭-૦૨-૨૦૨૪નાં દિને ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ ખેરગામ ખાતે આવી હતી જે ખેરગામનાં પબ્લિક પેલેસની જગ્યાએ ગોઠવી ઇવીએમ-વીવીપેટનું નિદર્શન કર્યું હતું. 

 ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી, તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવી. મતદારોને ઇવીએમ દ્વારા મત અપાવી તેમણે જે નિશાનને મત આપ્યો છે તેજ કાપલી નીકળે કે નહિ તેની ઇવીએમ સાથે જોડાયેલ અધિકારી દ્વારા ખાતરી કરાવી હતી. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવી હતી.

જેમાં ખેરગામ બજાર, ખેરગામ ગ્રામપંચાયત, ખેરગામ દશેરા ટેકરી, ખેરગામ એપીએમસી માર્કેટ, ખેરગામ પોમાપાળ ફળિયા, ખેરગામ બંધાs ફળિયા, ખેરગામ વેણ ફળિયા, ખેરગામ સરસીયા ફળિયા, ખેરગામ બાવળી ફળિયા તેમજ ખેરગામ તાલુકાનાં વિવિધ ગામો જેવા કે વાવ, વાડ, પણંજ અને આછવણીનાં સ્થળો પર ઇવીએમ-વીવીપેટનું નિદર્શન કરી પ્રાયોગિક રીતે મતદાન કરાવી પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી. 

          Dashera tekari Khergam (evm demo)

ખેરગામ દશેરા ટેકરી ખાતે  ઇવીએમ વીવીપેટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ નવસારી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમાર, ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીજ્ઞેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં આજુબાજુના દુકાનદારો તેમજ રાહદારીઓએ ચૂંટણી પહેલાં (EVM) Electronic Voting Machine (VVPAT) Voter Verifiable Paper Audit Trail દ્વારા મતદાન કરવાનો આનંદ માણ્યો હતો.

Post a Comment

Previous Post Next Post