ખેરગામના વાડ પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

                         

ખેરગામના વાડ પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

 ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાડ મુખ્ય શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું  હતું. તેમજ ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને અધિકારીગણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્યકક્ષાએ ભ્રમણ કરી જનકલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ  કાર્યક્રમમાં સરકારની લોકો માટેની કલ્યાણકારી  યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.

મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજુ કરી સરકાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી, ખેરગામ મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી લિતેશભાઈ ગાવિંત, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, ગામના સરપંચશ્રી અંજલીબેન પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, ગામના આગેવાન ચેતનભાઈ પટેલ, યુવા કાર્યકર આતિશ પટેલ, અન્ય અધિકારીગણ, ગ્રામપંચાયતના સભ્યો, ગામના આગેવાનો, શાળાનાં શિક્ષકો, બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








Post a Comment

Previous Post Next Post