અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમા જિલ્લા કક્ષાએ બહેજ પ્રા. શાળાના બાળકોએ હાંસલ કરેલ સિધ્ધિઓ.

                                                              

અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમા જિલ્લા કક્ષાએ બહેજ પ્રા. શાળાના બાળકોએ હાંસલ કરેલ સિધ્ધિઓ.    
            જિલ્લા કક્ષાએ યોજાયેલ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાના તમામ રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં લાંબી કૂદમાં પ્રેઝી આહિર  પ્રથમ જ્યારે 200 મી દોડમાં તૃતીય ક્રમાંકે, ઊંચીકૂદમાં  શિવમ તૃતીય ક્રમાંકે, ઉર્વી દ્વિતિય ક્રમાંકે, અને નીતિ આહિર તૃતીય ક્રમાંકે, 600 મીટર દોડમાં  મેહુલ અનિલ તૃતીય ક્રમાંકે, 400 મીટર દોડમાં સલોની સુનિલ તૃતીય ક્રમાંકે, ચક્રફેકમાં નીરજા રાજેશભાઈ દ્વિતીય ક્રમાંકે, તથા નિધિ નિલેશ માહલા તૃતીય ક્રમાંકે જ્યારે ત્રિપલ જંપમાં ગંગેશ્વરી મહેશભાઈ માહલા તૃતીય ક્રમાંકે આવી શાળાનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ તૈયાર કરવા તેમજ તેમને પ્રોત્સાહિત કરી આગળ વધવા માટે  શાળાનાં શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે.  રમતગમત ક્ષેત્રે આ શાળાના બાળકો શાળાનું નામ રોશન કરે જ છે.
             લાંબીકૂદમાં પ્રેઝી ધનસુખભાઈ આહિર પ્રથમ ક્રમાંક મેળવી હવે પછી રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
                     શાળા પરિવાર તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તમામ ખેલાડીઓને અને શાળા પરિવારને હાર્દિક શુભકામના પાઠવે છે. 


Post a Comment

Previous Post Next Post